ઉચ્છલ તાલુકામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક યુવાને સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેની મરજી વિરુદ્ધ સંબંધો બાંધી સોશિયલ મીડિયા પર ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી.
આરોપી યુવાને સગીરા સાથે મિત્રતા કેળવી તેને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી કિશોરી જ્યારે ઘરે એકલી હતી, ત્યારે આરોપીએ ઘરે મળવાના બહાને જઈ એકલતાનો લાભ લીધો હતો અને તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધો બાંધ્યા હતા.અગાઉ પાડેલા સામાન્ય ફોટાઓને ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી વાયરલ કરવાની ધમકી આપી આરોપી કિશોરી પર દબાણ કરતો હતો.કિશોરીએ હિંમત દાખવી સમગ્ર હકીકત પોતાના વાલીને જણાવી હતી. આ મામલે વાલીએ પોલીસનો સંપર્ક કરતાઉચ્છલ પોલીસના પીઆઈ વી.યુ. પાડવીએ ફરિયાદને ગંભીરતાથી લઈ આરોપી વિરુદ્ધ બળાત્કાર અને પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.





